Skip to main content
Settings Settings for Dark

અમૂલ દૂધમાં ભાવ વધારો કરવામાં આવ્યો, નવો ભાવ વધારો 1 માર્ચથી લાગુ થશે

Live TV

X
  • ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન કે જે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરે છે તેના દ્વારા અમૂલ ફેશ દૂધનું સમગ્ર ભારતની માર્કેટોમાં જ્યાં પણ વેચાણ કરે છે ત્યાં દૂધના ભાવમાં પ્રતિ લીટર રૂ. 2 નો વધારો કર્યો છે. આ નવો ભાવ વધારો 1 માર્ચથી લાગુ થશે. 

    ગુજરાતની અમદાવાદ અને સૌરાષ્ટ્રના માર્કેટમાં અમૂલ ગોલ્ડની કિંમત 500 મિલી. દીઠ રૂ. 30 રહેશે. અમૂલ તાજાની કિંમત 500 મિલી. દીઠ રૂ.24 અને અમૂલ શક્તિની કિંમત 500 મિલી. દીઠ રૂ. 27 રહેશે.

    અમૂલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ ભાવ વધારો ઉર્જા, પૅકેજીંગ, લૉજિસ્ટિક્સ, પશુ આહર અને દૂધના ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને કારણ એકંદર સંચાલન ખર્ચમાં વધારો થવાને લીધે કરવામાં આવી રહ્યો છે. ઇનપુટ ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં લેતા, GCMMFસભ્ય સંઘો દ્વારા પણ ખેડૂતોને ચૂકવવામાં આવતી કિંમતમાં પ્રતિ કિલો ફેટ રૂ. 35 થી રૂ. 40 નો વધારો કરવામાં આવ્યો છે. જે પાછલા વર્ષ કરતા 5% વધારે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply