અરવલ્લીઃ હોકી ટ્રાયલમાં 400 જેટલા ખેલાડીઓ રહ્યાં હાજર
Live TV
-
ગુજરાતના વિવિધ કોચ સહિત જિલ્લાના હોકી કોચ પણ જોડાયા હતા.
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત સંચાલિત અને સિનીયર કોચ કચેરી અરવલ્લી જિલ્લા દ્વારા આયોજિત હોકી પ્લેયરની પસંદગી માટે હોકીના પૂર્વ કેપ્ટન સહિત ગુજરાતના વિવિધ કોચ સહિત જિલ્લાના હોકી કોચ પણ જોડાયા હતા. આ હોકી ટ્રાયલમાં અલગ અલગ જિલ્લાઓમાંથી 400 જેટલા ખેલાડીઓ હાજર રહ્યા હતા. સમગ્ર વર્ષ દરમિયાન પસંદગી પામેલા ખેલાડીઓને સરકાર દ્વારા તમામ સુવિધાઓ નિઃશુલ્ક પુરી પાડવામાં આવશે અને રાષ્ટ્રીય કક્ષાએ રમવાની તક મળશે. તમામ ખેલાડીઓને હોકીના પૂર્વ ખેલાડી અને કેપ્ટન ધનરાજ પીલ્લાઇએ , શુભેચ્છા પાઠવી હતી.
