અરવલ્લીમાં સતત વરસાદથી ખીલી ઉઠ્યો ઝાંઝરી ધોધ
Live TV
-
બાયડ નજીકનો ઝાંઝરી ધોધ ફરી ખીલી ઉઠતા તકેદારી માટે સ્થાનિક વહિવટીતંત્રએ ગોઠવ્યો સુરક્ષા બંદોબસ્ત
અરવલ્લી જિલ્લામાં સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. બાયડ નજીકનો ઝાંઝરી ધોધ ફરી ખીલી ઉઠ્યો છે. લોકો ધોધ દર્શનનો આનંદ લઈ રહ્યા છે. તકેદારી માટે સ્થાનિક વહિવટીતંત્રએ સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવ્યો છે. અરવલ્લી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો મોડાસામાં 7 મિલીમીટર, ભીલોડામાં 8 મિલી મીટર, માલપુરમાં 18, તો બાયડમાં 8 મિલીમીટર વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં સારો વરસાદ થતાં અરવલ્લી જિલ્લાના માઝૂમ, મેશ્વો, વાત્રક તેમજ વૈડી જળાશયમાં પણ પાણીની સારી આવક થઈ રહી છે.
