Skip to main content
Settings Settings for Dark

દેવભૂમિ દ્વારકામાં સાર્વત્રિક વરસાદ વચ્ચે સરકારી તંત્ર દુર્ઘટના ના સર્જાય તે માટે સતર્કપણે કાર્યશીલ 

Live TV

X
  • દ્વારકા તાલુકાના કલ્યાણપુર ગામે જાંબુડા તળાવ ભરાઈ જતાં સ્થાનિકોને હાલાકીનો ભોગ ના બનવું પડે તે હેતુસર તંત્રએ લીધા આગોતરા પગલાં

    દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. સરકારી તંત્ર પણ આ સંજોગોમાં કોઈ દુર્ઘટના ના સર્જાય તે માટે સતર્કપણે કાર્યશીલ છે. દ્વારકા તાલુકાના કલ્યાણપુર ગામે જાંબુડા તળાવ ભરાઈ જતાં તે ફાટે નહીં અને ફાટે તો સ્થાનિકોને હાલાકીનો ભોગ ના બનવું પડે તે હેતુસર તંત્રએ આગોતરા પગલાં લીધા હતા. મામલતદાર અને પોલીસે તળાવ નજીકના નીચાણવાળા વિસ્તારમાં વસી રહેલા 50 જેટલા સ્થાનિકોનું, પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરાવ્યું હતું. કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં જ સ્થાનિકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેતાં તંત્રની પ્રશંસા થઈ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply