રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, 204 જળાશયોમાં થઇ નવા નીરની આવક
Live TV
-
સમગ્ર રાજ્યમાં વરસેલા સાર્વત્રિક વરસાદને કારણે રાજ્યના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે.રાજ્યના 204 જળાશયોમાં 3 લાખ 73 હજાર 247 MCFT નવા નીર આવ્યા છે.જેના કારણે ઓગસ્ટ માસમાં 36.48 ટકા જળસંગ્રહ થયો છે.
સમગ્ર રાજ્યમાં વરસેલા સાર્વત્રિક વરસાદને કારણે રાજ્યના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે.રાજ્યના 204 જળાશયોમાં 3 લાખ 73 હજાર 247 MCFT નવા નીર આવ્યા છે.જેના કારણે ઓગસ્ટ માસમાં 36.48 ટકા જળસંગ્રહ થયો છે.રાજ્યમાં 38 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે.26 જળાશય 70થી 100 ટકા, 22 જળાશય 50થી 70 ટકા અને 44 જળાશય 25થી 50 ટકા ભરાઈ ગયા છે.જો રાજ્યના ઝોન વાઈસ જળાશયોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં 15 જળાશયો ઓગસ્ટ માસમાં 13, 097.63 MCFT એટલે કે 19.29 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 70,645.89 MCFT એટલે કે 85.22 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 2 લાખ 42 હજાર 151 MCFT એટલે કે 79.50 ટકા પાણીની આવક થઈ છે.પાણીની સારી આવક થતાં ખેડૂતો અને લોકોમાં આનંદ છવાઈ ગયો છે.
