Skip to main content
Settings Settings for Dark

ડાંગ જિલ્લામાં વરસાદને લઇને ચેકડેમો થયો ઓવરફલો

Live TV

X
  • ડાંગ જિલ્લામાં ભારે વરસાદને લઇને 61 જેટલા નાના મોટા ડેમ તેમજ ચેકડેમો ઓવરફલો થયા.. વિષમ ભોગોલીક પરિસ્થિતિ ધરાવતા ડાંગ જિલ્લામાં ખૂબ જ વરસાદ વરસ્યો હતો..જેને લઇને નદી નાળા છલકાઇ ઉઠ્યા હતા.

    ડાંગ જિલ્લામાં ભારે વરસાદને લઇને 61 જેટલા નાના મોટા  ડેમ તેમજ ચેકડેમો ઓવરફલો થયા.. વિષમ ભોગોલીક પરિસ્થિતિ ધરાવતા ડાંગ જિલ્લામાં ખૂબ જ વરસાદ વરસ્યો હતો..જેને લઇને નદી નાળા છલકાઇ ઉઠ્યા હતા.  ચારે લોકમાતા અંબિકા પૂર્ણા ખાપરી અને ગીર બંને કાંઠે વહેવા માંડી જેના પરિણામે નાના મોટા ચેકડેમો તેમજ ડેમો ઓવરફ્લો થઈ ગયા છે.

    ડાંગ જિલ્લામાં જેટલો પણ વરસાદ પડે છે. તેનું પાણી  નીચાણવાળા વિસ્તારમાં વહી જતું  હોય છે. આવા પાણીને રોકવા માટે ડાંગ જિલ્લામાં અનેક નાના મોટા ડેમ તેમજ ચેકડેમ જુદી જુદી યોજના અંતર્ગત સરકાર દ્વારા બનાવવામાં આવ્યા છે. ડાંગ જિલ્લામાં દમણગંગા પ્રોજેક્ટ દ્વારા નાના મોટા ડેમોનું નિર્માણ કરવામાં આવ્યુ છે.  61જેટલા નાના મોટા ડેમો ઓવરફ્લો થઈ ગયા છે. આ ડેમોમાં સંગ્રહાયેલું પાણી શિયાળુ અને ઉનાળુ પાક લેતા ખેડૂતોને આશીર્વાદ સમાન નીવડશે.  સાથે સાથે ભીસીયા ડેમ અને નીલસાકયા ગામે આવેલ ડેમ પણ ઓવરફલો થઇ ગયા છે. આ બે ડેમો આહવાની 25 હજારથી ઉપર વસ્તીને પીવાનું તેમજ વપરાશનું પાણી પૂરું પાડે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply