Skip to main content
Settings Settings for Dark

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના કર્યા દર્શન

Live TV

X
  • શ્રાવણ માસના બીજો સોમવાર સોમનાથ ઉમડયું શ્રદ્ધાળુઓનું ઘોડાપુર. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના દર્શન અભિષેક કર્યા. તો પ્રાતઃ આરતીમાં પણ ભાગ લીધો હતો. સાથે જ સોમનાથ મહાદેવને શ્રાવણ માસના બીજા સોમવારે ધ્વજારોહણ કર્યું હતું.

    શ્રાવણ માસના બીજો સોમવાર સોમનાથ ઉમડયું શ્રદ્ધાળુઓનું ઘોડાપુર. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે શ્રાવણ માસમાં  સોમનાથ મહાદેવના દર્શન અભિષેક કર્યા. તો પ્રાતઃ આરતીમાં પણ ભાગ લીધો હતો. સાથે જ સોમનાથ મહાદેવને શ્રાવણ માસના બીજા સોમવારે ધ્વજારોહણ કર્યું હતું.  

    રાજ્ય અને દેશના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ વહેલી સવારે દેવાધિદેવ મહાદેવના દર્શન માટે લાંબી કતારોમાં ઉભા હતા.. સોમનાથ પરિસરથી હમીરજી સર્કલ સુધી લાંબી કતારો જોવા મળી હતી. ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં શ્રાવણ માસનો અંતિમ સોમવાર પણ છે. જેના કારણે ઉત્તર ભારતીયો પણ મોટી સંખ્યામાં  સોમનાથ મહાદેવને શીશ જુકાવવા આવી પહોંચ્યા હતા.  કહેવાય છે કે શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ  મહાદેવના દર્શન કરવાનું વિશેષ મહત્વ છે. 

    રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ  પટેલે દર વર્ષની જેમ આ વર્ષ પણ સહ પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કરી જળાભિષેક કર્યો. સોમનાથ મહાદેવ હિન્દૂ ધર્મમાં આસ્થાનું પ્રતીક છે. સૌરાષ્ટ્રના છેવાળાના ગામથી લઈને અમદાવાદ સુધી તમામ ગુજરાતીઓને સોમનાથ મહાદેવ પર અનન્ય આસ્થા છે. ત્યારે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ  સોમનાથ મહાદેવના અનન્ય ભક્ત છે. છેલ્લા ઘણા વર્ષોથી શ્રાવણ માસમાં કોઇપણ એક સોમવારે નીતિન પટેલ સોમનાથ અચુક આવેજ છે. ત્યારે આજે શ્રવણ માસના બીજા સોમવારે તેમણે સોમનાથ મહાદેવના દરબારમાં માથું ઝુકાવ્યું હતું. અને મહાદેવનું નૂતન ધ્વજારોહણ પણ કર્યું હતું. ત્યારે આ તકે તેમણે મહાદેવ પ્રત્યેની શ્રદ્ધા ગુજરાતમાં થેયલા શ્રીકાર વર્ષા તેમજ તૂટેલા રસ્તાઓના સમારકામ વિશે માહિતી આપી હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply