અરવલ્લી જિલ્લામાં ગરમીના કારણે કર્ફ્યુ જેવો માહોલ
Live TV
-
એપ્રિલ મહિનાના પ્રારંભથી જ સૂર્યદેવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા કાળઝાળ ગરમી પડતા જન જીવન પ્રભાવિત થયું છે. આકાશમાંથી અગન વર્ષા વરસતા બપોરે અરવલ્લી જિલ્લામાં કર્ફ્યુ હોય તેવું લાગી રહ્યું હતું. એપ્રિલ મહિનાના અંત સુધીમાં ગરમીનો પારો 47 ડિગ્રીને આંબી ગયો છે. જેને કારણે લૂ લાગવાની પણ ઘટનાઓ બનવા લાગી છે. અરવલ્લી જિલ્લાના બાયડ અને મોડાસામાં લૂ લાગવાના બે કેસ નોંધાયા છે. મોડાસા સહિત માલુપર, મેઘરજ, ભિલોડા, બાયડમાં , પ્રજાજનો ગરમીથી બચવા અવનવા નુસખા અજમાવી રહ્યા છે અને મોટો ભાગે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. જિલ્લામાં આ વખતે ઉનાળો શરૂઆતથી જ આકારો બની રહ્યો છે.
