કામધેનુ યુનિવર્સિટી ખાતે પદવીદાન સમારોહ યોજાયો
Live TV
-
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કામધેનુ યુનિવર્સિટીનો પાંચમો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં 7 જેટલા વિદ્યાર્થીઓને અલગ અલગ વિષયમાં ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા. જ્યારે 4 પોસ્ટ ગ્રેજ્યુએટ, 71 બી.ટેક ડિગ્રી અને ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડ્રીમાં 129 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્યપાલ ઓ.પી. કોહલી તેમજ એનિમલ હસબન્ડરી, ડેરી એન્ડ ફિશરીઝ , એગ્રીકલ્ચર, અને ફાર્મર વેલફેર વિભાગ નવી દિલ્હીના પ્રોફેસર, સુરેશ હોન્નાપ્પા ગોલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓને સંબોધતા સુરેશ હોન્નાપ્પા ગોલે જણાવ્યુ હતું, કે ગુજરાત એ જ રાજ્ય છે, જેણે દૂધની સફેદ ક્રાંતિ કરી હતી. ગુજરાતના ખેડૂતોએ આ સંદેશ માત્ર ભારતને જ નહી, પરંતુ સમગ્ર વિશ્વને આપ્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલ ઓ.પી કોહલીએ પણ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.
