Skip to main content
Settings Settings for Dark

અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી

Live TV

X
  • ખેડૂતોને તેમના પાક ના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે તેમના પાક ની ટેકા ના ભાવે ખરીદી કરવામાં આવે છે.

    અરવલ્લી જિલ્લામાં ટેકા ના ભાવે ચણા અને રાયડા ની ખરીદી કરવામાં આવી રહી છે.ચણા માટે પ્રતિ ક્વિન્ટલ 5875 એટલે મણ નો 1175 અને રાયડા ની 6200 પ્રતિ ક્વિન્ટલ એટલે મણના 1240 એ ખરીદી ચણા અને રાયડા ની ટેકા ના ભાવે ખરીદી રાજ્યમાં શરૂ કરવામાં આવી છે ત્યારે અરવલ્લી જિલ્લા ના ધનસુરા મોડાસા બાયડ સહિત જિલ્લા ના તમામ તાલુકાઓમા ચણા અને રાયડા ની ટેકાના ભાવે ખરીદી શરૂ છે જેમાં ખેડૂતો મોટી સંખ્યામાં આવી રહ્યા છે.દરરોજ એસ.એમ.એસ દ્વારા ખેડૂતોને જાણ કરવામાં આવે છે તેમ તેમ ખેડૂતો આવી રહ્યા છે આ ખરીદી 23 માર્ચ થી આ ખરીદી શરૂ કરવામાં આવી છે.

    જો વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં આ વખતે ચણા નું સારું વાવેતર થયું હતું ત્યારે આ ખરીદી થી ખેડૂતોને લાભ થશે.અગાઉ ખેડૂતો એ જરૂરી ડોક્યુમેન્ટ સાથે ઇ ગ્રામ કેન્દ્ર ખાતે જઈ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.ત્યારે  નંબર પ્રમાણે જાણ કરવામાં આવે છે તેમ તેમ ખેડૂતો આવી રહ્યા છે ખેડૂતોને આર્થિક રક્ષણ માટે તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી  ટેકાના ભાવે પાકોની ખરીદી કરાતી હોય છે.
    રાજ્ય માં ચણા માટે 165 કેન્દ્રો અને રાયડા માટે 60 કેન્દ્રો કાર્યરત છે.રાજ્ય માં ચણા માટે 2.59 લાખ થી વધુ ખેડૂતો તેમજ રાયડા માટે 37000 થી વધુ ખેડૂતો એ નોંધણી કરાવી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply