અંબાજી, દાંતા અને હડાદ પંથકમાં વાતાવરણમાં પલટો
Live TV
-
હવામાન વિભાગની આગાહીના પગલે અંબાજી, દાંતા અને હડાદ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે.
અંબાજીમાં વરસાદી વાતાવરણ જામ્યું છે જ્યારે દાંતામાં કમોસમી વરસાદ (માવઠું) પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.હડાદ પંથકમાં ભારે પવન ફૂંકાવાને કારણે વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી .એક તરફ કમોસમી વરસાદની સ્થિતિ છે.તો બીજી તરફ ભર ઉનાળે આકાશમાં મેઘધનુષ્યના દ્રશ્યો જોવા મળ્યા હતા.વાતાવરણમાં આવેલા આ અચાનક પલટાને કારણે ધરતીપુત્રોના જીવ તાળવે ચોંટ્યા હતા.સદનસીબે અત્યાર સુધી ક્યાંય પણ કોઈ નુકસાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.
