સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને કેન્દ્ર સરકારના પેટ્રોકેમિકલ્સ પર કસ્ટમ ડ્યૂટી શૂન્ય કરવાનો નિર્ણય મોટો બૂસ્ટ આપનાર સાબિત
Live TV
-
સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને કેન્દ્ર સરકારના પેટ્રોકેમિકલ્સ પર કસ્ટમ ડ્યૂટી શૂન્ય કરવાનો નિર્ણય મોટો બૂસ્ટ આપનાર સાબિત થઈ રહ્યો છે.
પીટીએ (PTA),એમઈજી (MEG) સહિત 40થી વધુ કાચા માલ પર 0% ડ્યૂટી લાગુ થતાં ઉત્પાદન ખર્ચમાં અંદાજે 5થી 10 ટકા સુધી ઘટાડો થવાની શક્યતા છે. ખાસ કરીને મેન-મેડ ફાઇબર (MMF) આધારિત ઉદ્યોગ માટે આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ મુખ્યત્વે પોલિએસ્ટર આધારિત છે, જેમાં PTA અને MEG વડે પોલિએસ્ટર ચિપ્સ, પછી PSF અને PFY યાર્ન તૈયાર થાય છે. આ યાર્ન પરથી ફેબ્રિક અને તૈયાર કપડાંનું ઉત્પાદન થાય છે. અગાઉ 5%થી 7.5% સુધીની બેઝિક કસ્ટમ ડ્યૂટી અને અન્ય શુલ્કને કારણે ખર્ચ વધતો હતો, પરંતુ હવે સીધી રાહત મળવાથી વીવિંગ, પ્રોસેસિંગ અને ગાર્મેન્ટ યુનિટ્સને ફાયદો મળશે.ઉદ્યોગજનોના મત મુજબ, ખર્ચમાં ઘટાડાથી આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધાત્મકતા વધશે અને MSME યુનિટ્સને વર્કિંગ કેપિટલમાં રાહત મળશે. સાથે સાથે નવા રોકાણ અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થવાની સંભાવના છે.જો કે, સ્થાનિક પેટ્રોકેમિકલ ઉત્પાદકો માટે સ્પર્ધા વધવાની ચિંતા પણ વ્યક્ત થઈ રહી છે. આમ છતાં, આ નિર્ણય સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
