Skip to main content
Settings Settings for Dark

ગુજરાત RTE પ્રવેશ 2026-27: ધોરણ-1માં મફત પ્રવેશ માટે આજથી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ

Live TV

X
  • ગુજરાતમાં RTE (રાઈટ ટુ એજ્યુકેશન) હેઠળ શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ધોરણ-1માં મફત પ્રવેશ માટેની ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા આજથી એટલે કે 4 એપ્રિલ 2026થી શરૂ થઈ ગઈ છે.

    ફોર્મ ભરવાની તારીખ 4 એપ્રિલ થી 17 એપ્રિલ 2026 સુધી સત્તાવાર વેબસાઈટ rte.orpgujarat.com પરથી ઓનલાઈન અરજી કરી શકાશે.જે બાળકની ઉંમર 1 જૂન 2026 ના રોજ 6 વર્ષ પૂર્ણ થયેલ હોય તે જ પ્રવેશ મેળવી શકશે (જન્મ તારીખ 2 જૂન 2019 થી 1 જૂન 2020 ની વચ્ચે હોવી જોઈએ).પ્રવેશ માટે વાલીની વાર્ષિક આવક મર્યાદા રૂ. 6 લાખ સુધી નક્કી કરવામાં આવી છે.બાળક અને વાલીનું આધારકાર્ડ, જન્મનો દાખલો, રહેઠાણનો પુરાવો (ભાડાકરાર કે લાઈટ બિલ), આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર તૈયાર રાખવાઆ વર્ષે રાજ્યભરમાં અંદાજે 84,000 થી વધુ બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે.

    વાલીઓને ખાસ સૂચના આપવામાં આવી છે કે કોઈપણ એજન્ટ કે લેભાગુ તત્વોના સંપર્કમાં ન આવવું, કારણ કે આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન અને નિઃશુલ્ક જેમાં આ વર્ષે અગ્રતાક્રમ મુજબ, અનાથ બાળક, સંભાળ-સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક, બાલગૃહના બાળકો, બાળમજૂર-સ્થાનાંતરીત મજૂરના બાળકો, મંદબુદ્ધિ-સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો-શારીરિક રીતે વિકલાંગ બાળકો, એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપી સારવાર લેતા બાળકો, શહીદ થયેલ લશ્કરી-પોલીસદળના જવાનોના બાળકો, માતા-પિતાને સંતાનમાં એક જ દીકરી હોય તેવું બાળક, એસી-એસટી, એઈબીસી-જનરલ સહિતના બીપીએલ કુટુંબના બાળકો, એસસી-એસટી કેટેગરીના બાળકો, એસઈબીસી-ઈડબલ્યુએસ-વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો, રાજ્ય સરકારની આંગણવાડીના બાળકો અને સામાન્ય કેટેગરી (બિનઅનામત)ના બાળકોનો સમાવેશ થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply