Skip to main content
Settings Settings for Dark

અરવલ્લી જિલ્લા કલેક્ટર એમ.નાગરાજને શ્રેષ્ઠ ડીડીઓ માટે કર્મયોગી પુરસ્કાર

Live TV

X
  • 2015-2016 મા સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી તરીકે શ્રેષ્ઠ કામગીરી બદલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પુરસ્‍કૃત કર્યા

    વડોદરા ખાતે યોજાયેલી 9મી ચિંતન શિબિરના સમાપન વખતે શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્યના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને કર્મયોગી પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યા હતા. વર્ષ 2015-16 અને 2016-17 માટે આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો, જેમાં અરવલ્લી જિલ્લા કલેક્ટરનો પણ સમાવેશ થાય છે. હાલ અરવલ્લી જિલ્લામાં કલેક્ટર તરીકે પોતાની સેવા આપતા એમ.નાગરાજનને ટ્રાયબલ વિસ્તારમાં વિશેષ કામગીરી બદલ શ્રેષ્ઠ ડીડીઓ તરીકે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનિય છે કે, એમ.નાગરાજન વર્ષ 2015-16માં સાબરકાંઠા જિલ્લામાં ડીડીઓ તરીકે ફરજ બજાવતા હતા અને તેમણે અંતરિયાળ વિસ્તારમાં વિશેષ કામગીરી કરી હતી અને સરકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડી હતી, જે બદલ વડોદરા ખાતે યોજાયેલી ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કર્મયોગી પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે.

    અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply