જૂનાગઢ નજીક ગમખ્વાર અકસ્માત, 4ના મોત 25થી વધુ ઇજાગ્રસ્ત
Live TV
-
જૂનાગઢ નજીક વડાલ અને ચોકી ગામ વચ્ચે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાજકોટથી આવતી ખાનગી ટ્રાવેલ્સની બસ બંધ પડેલી ટ્રકને પાછળથી અથડાતાં મહિલા સહિત 4 વ્યક્તિનાં મૃત્યુ થયા હતા.
વડાલ અને ચોકી ગામ વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ઘાયલ થયેલા 25થી વધુ લોકોને તાત્કાલિક સારવાર માટે જેતપુર, ધોરાજી અને રાજકોટની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. બીજીબાજુ અકસ્માતનું પંચનામુ કરવા ગયેલી જૂનાગઢ તાલુકા પોલીસની પીસીઆર વાનને ટ્રકે ટક્કર મારતાં ત્રણ પોલીસ કર્મી ઘાયલ થયા હતા. ત્રણેય ઘાયલોને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. ઉલ્લેખનિય છે કે, અકસ્માતનો ભોગ બનેલો રાજકોટ અને ગોંડલનો સોની વૈષ્ણવ પરિવાર ઉનાના ગુપ્ત પ્રયાગ મંદિરે ધાર્મિક કાર્યક્રમ માટે જઈ રહ્યો હતો.
