અરવલ્લી પથંકમાં મુશળધાર મેઘ મહેર થતાં મોટાભાગના વિસ્તારોનો પાણીમાં ગરકાવ
Live TV
-
ધનસુરામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો
અરવલ્લી જિલ્લાના ધનસુરા નગર અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદ ગતરાતથી શરુ થયો હતો. જે મોડી સાંજે ધોધમાર વરસ્યો હતો, તો 3 વાગ્યા સુધી વરસાદ પડ્યો હતો. જોકે અરવલ્લીમાં ક્યારેક ધોધમાર તો ક્યારેકધીમો વરસાદ વરસ્યો હતો.
ધનસુરામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો
ધોધમાર વરસાદ વરસતા ધનસુરામાં બસ સ્ટેન્ડ અને રોડ પર પાણી ભરાયા હતાં. રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી ધનસુરા તાલુકામાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ધનસુરામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધનસુરા નગરમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ હતું. તો વાદળછાયા વાતાવરણની વચ્ચે અરવલ્લી પંથકમાં સાંજે વરસાદ વરસ્યો હતો.
વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી
ત્યારે ધનસુરામાં ભારે પવન અને વીજ કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા રોડ ઉપર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. ધનસુરા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી સારો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ વરસાદ વરસતા ખેડૂતોને રાહત થઇ હતી. આ વખતે ધનસુરા તાલુકામાં ચોમાસું પાકનું મોટા પ્રમાણમાં વાવેતર થયુ છે. ત્યારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
