Skip to main content
Settings Settings for Dark

વડોદરામાં વિઠ્ઠલનાથજીની 215 મી રથયાત્રા ધામધૂમથી નીકળી ભક્તોની હાજરીમાં

Live TV

X
  • વિઠ્ઠલાના નાદથી  શહેરના રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા

    વડોદરામાં દેવપોઢી એકાદશી નિમ્મીત્તે શ્રી વિઠ્ઠલનાથજી મંદિરના દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પારંપરિક રીતે યોજાતી ભગવાન વિઠ્ઠલનાથજીની 215 મી રથયાત્રા રંગેચંગે ધામધૂમથી ભક્તોની હાજરીમાં નીકળી હતી. શ્રી હરિ નગરચર્યા કરવા માટે નીકળ્યા હતાં. 

    વિઠ્ઠલાના નાદથી  શહેરના રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા

    પરંપરા મુજબ રાજવી પરિવારના રાજમાતા શુભાંગીદેવી ગાયકવાડ , મુખ્ય પૂજારી અને રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં શ્રી હરિનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ભગવાન વિઠ્ઠલનાથજી ચાંદીની પાલખીમાં બિરાજમાન થઈને વાજતે ગાજતે નગર ચર્યાએ નીકળ્યા હતાં અને હજારો ભક્તોને દર્શન આપ્યા હતાં. ભગવાન વિથથલનાથજીની શોભાયાત્રામાં  બેન્ડ, નાશીક ઢોલ, શહેનાઈ વાદન ભજન મંડળીઓ જોડાઈ હતી. શોભાયાત્રા શહેરના રાજમાર્ગોપર નીકળી હતી. ત્યારે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલાના નાદથી શહેરના રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા.

    વિઠ્ઠલનાથજીની પાલખીનો રથ ખેંચવા માટે પડાપડી કરી હતી

    ભક્તો પણ શ્રી હરીના દર્શન કરીને ભાવુક બન્યા હતા અને ધન્યતા અનુભવી હતી. શહેરમાં ઠેર ઠેર ભાવિક ભક્તો શ્રી હરીના દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ઉપરાંત વિઠ્ઠલનાથજીની પાલખીનો રથ ખેંચવા માટે પડાપડી કરી હતી. બીજેપીના પ્રમુખ ડો.વિજય શાહ, કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોષી સહિત કાઉન્સિલરો યાત્રામાં જોડાયા હતાં. મુખ્ય પૂજારી હરિઓમ વ્યાસે પણ રથ ખેંચ્યો હતો. ઠેર-ઠેર ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતાં. બપોર બાદ શ્રી હરિ નિજ મંદિરમાં યથાસ્થાને બિરાજ્યા હતા. હવે સાડાચાર મહિના સુધી ભગવાન વિઠ્ઠલનાથજી નિજ મંદિરમાં હોમ કવોરંટાઇન થશે તેમજ હિન્દૂ ધર્મમાં સાડાચાર માસ દરમિયાન  કોઈ પણ શુભ કાર્યો કરવામાં આવશે નહિ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply