Skip to main content
Settings Settings for Dark

અશોક ચૌધરી બન્યા GCMMFના ચેરમેન, ગોરધન ધામેલિયાને મળ્યું વાઈસ ચેરમેન પદ

Live TV

X
  • ચૂંટણીમાં સાબર ડેરીમાં ભાવફેરનો વિરોધ શામળ પટેલને ભારે પડ્યો હતો. ત્યારે હવે આગામી અઢી વર્ષ માટે અશોક ચૌધરી ચેરમેન રહેશે.

    ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના નવા ચેરમેનની જાહેરાત થઇ ચુકી છે. અશોક ચૌધરી ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના ચેરમેન બન્યા, જ્યારે ગોરધન ધામેલિયા GCMMFના વાઈસ ચેરમેન બન્યા. અશોક ચૌધરી, ગોરધન ધામેલિયાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. અશોક ચૌધરી દૂધ સાગર ડેરીના ચેરમેન છે જ્યારે ગોરધન ધામેલિયા રાજકોટ ડેરીના ચેરમેન છે.

    ચૂંટણીમાં સાબર ડેરીમાં ભાવફેરનો વિરોધ શામળ પટેલને ભારે પડ્યો હતો. ત્યારે હવે આગામી અઢી વર્ષ માટે અશોક ચૌધરી ચેરમેન રહેશે. GCMMF 90 હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવે છે. રાજ્યના 18 ડેરી સંઘો GCMMF હેઠળ આવે છે.18 હજાર મંડળીઓ અને 36 લાખથી વધુ પશુપાલકો GCMMF સાથે જોડાયેલા છે. GCMMFના વર્તમાન ચેરમેન શામળભાઈ પટેલ છે. GCMMFના વર્તમાન વાઈસ ચેરમેન વલ્લભભાઈ હુંબલ છે. 18 સહકારી દૂધ ઉત્પાદક સંઘના ચેરમેને નવા GCMMFના ચેરમેનની પસંદગી કરી હતી.

    મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન છે અશોક ચૌધરી

    અશોક ચૌધરી છેલ્લા ચાર વર્ષથી મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન છે. ભાજપ સાથે 20 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. મહેસાણા જિલ્લા ભાજપમાં મહામંત્રી રહી ચૂક્યા છે. મહેસાણા નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચૂક્યા છે. તેઓ વિપુલ ચૌધરી જૂથ સામે લડત ચલાવી દૂધસાગર ડેરીમાં ચેરમેન બન્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply