Skip to main content
Settings Settings for Dark

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું ઉદ્દઘાટન

Live TV

X
  • રાજ્યના પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા પણ ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2024 આજથી 14મી જાન્યુઆરી દરમિયાન અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ, વલ્લભસદન ખાતે યોજાશે, જેમાં 55 દેશોના 153 આંતરરાષ્ટ્રીય પતંગબાજો, 12 રાજ્યોના 68 રાષ્ટ્રીય પતંગબાજો, ગુજરાતના 23 શહેરોના 865 પતંગબાજોએ ભાગ લીધો છે.  

    પતંગબાજો વિવિધ આકારના પતંગો આકાશમાં ઉડાવીને આકર્ષણ જમાવશે. પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ શહેરો અને પ્રવાસન સ્થળોએ પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે. 8મી જાન્યુઆરીએ વડોદરા, 9 જાન્યુઆરીએ એકતાનગર અને દ્વારકા, 10મી જાન્યુઆરીએ સુરત અને રાજકોટ, 11મી જાન્યુઆરીએ ધોરડો અને વડનગર, 12મી જાન્યુઆરીએ નડાબેટ ખાતે પણ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 

    આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2024 માં વિશેષ રીતે પતંગનો ઇતિહાસ દર્શાવતું થીમ પેવેલિયન પણ બનાવવામાં આવ્યું છે. રાજ્યના હસ્તકલાનાં કારીગરોને ઘરઆંગણે જ પોતાના હાથે બનાવેલી ચીજ વસ્તુઓનું વેચાણ કરી શકે તે હેતુથી હસ્તકલા બજારના સ્ટોલ્સ અને પતંગ રસિકો માટે ખાણી-પીણાના સ્ટોલ્સ પણ રાખવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો દ્વારા પરેડનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આજથી 13 જાન્યુઆરી દરમિયાન દરરોજ સાંજે 7 થી રાત્રે 9 કલાક સુધી સાંસ્કૃત્તિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply