વાઈબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદની તૈયારીઓને આખરી ઓપ અપાયો
Live TV
-
ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આગામી 10મી જાન્યુઆરીથી યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણ પરિષદ માટેની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે . રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ મમતા વર્માએ પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું કે, આ વખતે પહેલી વાર મહાત્મા મંદિર કન્વેન્શન હોલમાં એનામોર્ફિક પ્રોજેક્શન સુવિધાનો ઉપયોગ કરવામાં આવશે. પહેલી વાર, પ્રતિષ્ઠિત સીઈઓ અને ઉદ્યોગ અગ્રણીઓ સાથે વિશેષ સંવાદ માટે બે સ્ટુડિયોની સુવિધા સ્થાપિત કરવામાં આવી છે. આ વખતે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના લાઉન્જની સાથે 34 કન્ટ્રી લાઉન્જ પણ ઊભા કરવામાં આવ્યા છે.
અવરજવર સરળ બનાવવા માટે કુલ આઠ ગેટની વ્યવસ્થા કરવામાં આવી છે. કાર્યક્રમના સુચારૂ સંચાલન માટે કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. સમિટની સમાંતર યોજાનારી B2G અને B2B મીટિંગો માટે લાઉન્જ અને મીટિંગ રૂમ સહિત વિશાળ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.
18,000થી વધુ પ્રતિનિધિઓને સમાવી શકાય તેવું આ પરિષદનું કાર્યક્રમ સ્થળ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, સમિટ દરમિયાન ગુજરાતી સંસ્કૃતિ અને ઇતિહાસ પ્રદર્શિત કરવામાં આવશે.
