Skip to main content
Settings Settings for Dark

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે રાજ્યના મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી સમય પૂર્વે આ અંગેની જાહેરાત કરતાં જણાવ્યું કે, રાજ્યના મહિલા ધારાસભ્યોને ધારાસભ્ય તરીકે લોકહિતના કાર્યો માટે મળતી નિયમિત ગ્રાન્ટમાં સવા કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવશે. તદ્દઅનુસાર હવે, જનપ્રતિનિધિઓને મળતી વાર્ષિક દોઢ કરોડની ગ્રાન્ટમાં રાજ્યના મહિલા વિધાયકોને વધારાના સવા કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળશે. 

    મુખ્યમંત્રીએ વિધાનસભાનું ગરિમામય અધ્યક્ષ પદ સંભાળી રહેલા પ્રથમ મહિલા અધ્યક્ષા ડૉ. નીમા આચાર્ય તેમજ ગૃહના સૌ મહિલા ધારાસભ્યોને વિશ્વ મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે રાજ્યના પ્રથમ પૂર્વ મહિલા મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના વર્તમાન રાજ્યપાલ આનંદી પટેલના યોગદાનનું પણ સ્મરણ કર્યુ હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર નારીશક્તિની ઉત્તરોત્તર પ્રગતિની શુભકામનાઓ પણ આ વેળાએ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી અને ગૃહના નેતા ભૂપેન્દ્ર પટેલની આ જાહેરાતને સૌ સભ્યોએ પાટલી થપથપાવી વધાવી લીધી હતી 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply