Skip to main content
Settings Settings for Dark

છોટાઉદેપુર: રાધિકા રાઠવાએ આદિવાસી મહિલાઓમાં જાગૃતતા લાવવાનું અભિયાન હાથ ધર્યું

Live TV

X
  • વિશ્વ મહિલા દિવસે એવી આદિવાસી મહિલાની વાત કરીશું કે જેણે આદિવાસી વિસ્તારમાં મહિલાઓના આરોગ્ય અને રોજગાર માટે ભગીરથ કાર્ય ઉપાડ્યું છે. દેશની કરોડોમાં બહેનો, દીકરી રજસ્વલા દરમિયાન જાગૃતાના અભાવ અને ગરીબીના કારણે કપડાંનો ઉપયોગ કરી પોતાના આરોગ્યને જોખમમાં મૂકે છે. તેવામાં છોટાઉદેપુર જિલ્લાની આ મહિલાએ મહિલાઓમાં જાગૃતતા લાવવાનું અભિયાન હાથ ધર્યું છે. સાથે સાથે રોજગારીની તકો પણ આપી. ખરા અર્થમાં મહિલા સશક્તિકરણનું બીડું ઝડપ્યું છે.

    છોટાઉદેપુર જિલ્લો એક આદિવાસી જિલ્લો છે. આ જિલ્લામાં આદિવાસીઓમાં શિક્ષણની સાથે સાથે આરોગ્યની જાગરૂકતાનો પણ અભાવ જોવા મળે છે. એમાં પણ મહિલાઓમાં ખાસ કરીને આરોગ્યની સમજનો અભાવ જોવા મળે છે. આવા સંજોગોમાં ગુજરાતનાં અતિ પછાત એવા કવાંટના વીજળી ગામની "રાધિકા રાઠવા" પેડ વુમન બનીને મહિલાઓને જાગૃત કરતી જોવા મળી રહી છે.

    છોટાઉદેપુર જિલ્લામાં મહિલાઓ તેમને લગતા આરોગ્યની જાણકારી અંગે સાવ અજાણ જોવા મળે છે. જ્યારે મહિલાઓ માસિક ધર્મમાં આવે છે ત્યારે કેવી કાળજી રાખવી, કઈ વસ્તુઓનો ઉપયોગ કરવો જેથી અન્ય બીમારીઓ અને કોઈ નુકસાન ન થાય તે માટે બિલકુલ અજાણ જોવા મળે છે. જિલ્લાની મોટાભાગની મહિલાઓ માસિક ધર્મ દરમિયાન કપડાંનો દેશી પદ્ધતિનો ઉપયોગ કરે છે. જેના કારણે ઘણા બધા મહિલાઓને લગતા રોગ થાય છે. ત્યારે આ મહિલાઓને જાગૃત કરવા માટે કવાંટનાં આદિવાસી વિસ્તારના વીજળી ગામના અને પૂર્વ સાંસદ અમરસિંગ રાઠવાની દીકરી રાધિકા રાઠવા પેડ વુમન બનીને મહિલાઓની વ્હારે આવી છે. રાધિકા ગામડે ગામડે ફરીને મહિલાઓને મળે છે. શાળાઓમાં તરૂણીઓ સાથે સંવાદ કરી સેનેટરી નેપકીનના ઉપયોગ વિશે માહિતગાર કરે છે

    રાધિકા રાઠવા હાલ સેનિટરી પેડ બહાર બનાવડાવીને તેને વિજળી ગામમાં જ પેકેજ કરાવીને ગામ ગામ અને ઘેર ઘેર ફરીને સેનિટરી પેડ વાપરવા માટે જાગૃત કરવા માટે ફરી રહી છે. અને આદિવાસી મહિલાઓને સેનિટરી પેડ વાપરવા માટે અને સાથે સાથે જે મહિલાઓને રોજગારી મેળવવા માટે આ સેનિટરી પેડનું કામ કરવું હોય તે માટેની પણ વ્યવસ્થા કરે છે. જેને લીધે આદિવાસી મહિલાઓ સેનિટરી પેડ વેચીને રોજગારી પણ મેળવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply