Skip to main content
Settings Settings for Dark

આગામી બે દિવસ ઠંડીમાં થોડી રાહત મળશે: હવામાન વિભાગ

Live TV

X
  • ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં તિવ્ર ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.વહેલી સવારે હાડ થીજવતી ઠંડીમાં ગુજરાતીઓ ઠુઠવાઈ રહ્યા છે.જો કે આગામી બે દિવસ રાજ્યના લોકોને ભારે ઠંડીથી રાહત મળી શકે છે.હવામાન વિભાગે કહ્યું છે કે આગામી બે દિવસ ઠંડીમાં થોડી રાહત મળશે.

    ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં તિવ્ર ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.વહેલી સવારે હાડ થીજવતી ઠંડીમાં ગુજરાતીઓ ઠુઠવાઈ રહ્યા છે.જો કે આગામી બે દિવસ રાજ્યના લોકોને ભારે ઠંડીથી રાહત મળી શકે છે.હવામાન વિભાગે કહ્યું છે કે આગામી બે દિવસ ઠંડીમાં થોડી રાહત મળશે.પરંતુ તે પછીના દિવસોમાં ફરી ઠંડીનો ચમકારો વર્તાશે.આજે નર્મદાના કેવડિયા સહિત નર્મદા જિલ્લાનું વાતાવરણ ધુમ્મસભર્યું રહ્યું હતું.જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી થઈ હતી.રાહદારીઓને પણ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.ઝીરો વિઝિબિલિટીને કારણે વાહન ચાલકોએ હેડ લાઈટો ચાલુ કરી વાહનો ચલાવવા પડ્યા હતા.એસ.ટી બસો પણ મોડી પડતા મુસાફરો અટવાયા હતા.રાજ્યમાં કચ્છનું ભુજ સૌથી ઠંડુગાર શહેર રહ્યું હતું.ભુજમાં પારો 7 ડિગ્રીએ પહોંચ્યો હતો.તો રાજ્યના સાત શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે ગગડ્યો હતો.જેમાં ભુજ, નલિયા, અમરેલી, રાજકોટ, કેશોદ, કંડલા અને કંડલા બંદરનો સમાવેશ થાય છે.અમદાવાદમાં ઠંડીનો પારો 11 ડિગ્રીએ રહ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply