ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરતા ખેડૂતોને રાહત
Live TV
-
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયાથી ખેડૂતોને મોટી રાહત. લેભાગુ વેપારીઓ અને વચેટીયાથી ખેડૂતોને મુક્તિ સાથે મગફળીનો પોષણક્ષમ ભાવ મળતો હોવા ખેડૂતોએ સુર વ્યક્ત કર્યો. સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીને વ્યાપક આવકાર સાથે ખેડૂતો દ્વારા સરકારનો આભાર વ્યક્ત કરાયો.
ગુજરાત સરકાર દ્વારા મગફળી ટેકાના ભાવે ખરીદીની કાર્યવાહીથી ગીર સોમનાથના ધરતીપુત્રો ખુશી વ્યક્ત કરતા જણાવેલ કે, અત્યાર સુધી મગફળી વેપારીને આપતા તો, ખેડુતોને નુકશાન જતુ પરંતુ આ રાજ્ય સરકાર દ્વારા મગફળી ખરીદીની કાર્યવાહીથી ખેડુતોને પુરો ભાવ મળે છે. અને રુપીયા પણ સમયસર મળી જાય છે. ચાલુ વર્ષે કમોસમી વરસાદથી ખેડુતોને નુકશાન પણ છે. પરંતુ મગફળીના પોષણક્ષમ ભાવ મળતા ખેડુતોમાં હર્ષની લાગણી જોવા મળી.
ખેડુતો જે મહેનત કરે છે તેના પુરે પુરા ભાવ મળે તેના માટે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવે છે તેનું વળતર કોઇ પણ વચેટીયા વગર ખેડુતો ના બેંક એકાઉનટ માં જમા કરવામાં આવે છે ગીર સોમનાથ જીલલા ની વાત કરીએ તો જીલલામા ૯ ખરીદી કેન્દ્રો છે જેમા કોઇ પણ જાતના ગેર વહીવટ વગર ખેડુતો ની મગફળી ખરીદ કરવા મા આવે છે ગત વર્ષ કરતા અઢી ગણા ખેડુતો નો વધારો જોવા મળ્યો છે.
