પાંચ જિલ્લામાં મેડિકલ કોલેજ શરૂ કરલા કેન્દ્ર સરકારને રજૂઆત
Live TV
-
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા દેશના 75 જિલ્લાઓમાં કે જ્યાં મેડિકલ કોલેજો નથી તે માટે દરખાસ્તો મંગાવાઇ છે. તેમાં ગુજરાતના વધુ 5 જિલ્લાઓની પસંદગી થઇ છે. તે પૈકી રાજ્યના પંચમહાલ, ગીર સોમાનાથ, દેવભૂમિ દ્વારકા, બોટાદ અને મોરબી ખાતે નવી મેડિકલ કોલેજો સ્થાપવા માટે કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા દેશના 75 જિલ્લાઓમાં કે જ્યાં મેડિકલ કોલેજો નથી તે માટે દરખાસ્તો મંગાવાઇ છે. તેમાં ગુજરાતના વધુ 5 જિલ્લાઓની પસંદગી થઇ છે. તે પૈકી રાજ્યના પંચમહાલ, ગીર સોમાનાથ, દેવભૂમિ દ્વારકા, બોટાદ અને મોરબી ખાતે નવી મેડિકલ કોલેજો સ્થાપવા માટે કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, રાજ્યમાં નિર્માણ થનાર આ કોલેજોમાં કોલેજ દિઠ રૂપિયા 325 કરોડ ખર્ચ થશે. જેમાં 195 કરોડ ભારત સરકારના તથા રાજ્ય સરકારના 130 કરોડ મળીને કુલ પાંચ કોલેજો 1625 કરોડના ખર્ચે ગુજરાતમાં સ્થપાશે. આ પાંચ કોલેજો માટે રાજ્ય સરકાર વિનામુલ્યે જમીન ફાળવશે
