સરકારી કર્મચારીઓને અને પેન્શનર્સને રાજ્ય સરકારની નવા વર્ષની ભેટ
Live TV
-
ગાંધીનગરમાં ગઇકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે આ વિષે માહિતી આપતા જણાવ્યું હતું કે, બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય સાથે રાજ્યસરકારે ,સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને નવા વર્ષની ભેટ આપી છે. રાજ્યસરકારે તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં ,પાંચ ટકાનો વધારો કર્યો છે. આ વધારો ,1 જુલાઇ 2019થી અમલમાં આવશે. અને તેનું એરિયર્સ ,ત્રણ તબક્કામાં ચૂકવવામાં આવશે. આમ હવે કર્મચારીઓને 12 ટકાની જગ્યાએ 17 ટકા મોંઘવારી ભથ્થુ મળશે. આ ઉપરાંત રાજ્યસરકાર દ્વારા બીજો મહત્વનો નિર્ણય ખેડૂતો માટે લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત પાક નુકસાનીની સહાય માટે ઓનલાઇન અરજી કરવાની મર્યાદામાં 14 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. ખેડૂતો 14 જાન્યુઆરી સુધી અરજી કરી શકશે.
