આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને રાજ્યમાં વિવિધ જાગૃતિ અને તાલિમ કાર્યક્રમોની તૈયારીઓ શરુ
Live TV
-
આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે અને કલેક્ટરશ્રીઓ દ્વારા મોબાઇલ વાનને પ્રસ્થાન કરાવાઇ રહી છે. મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ વધે તે માટે LED મોબાઈલ વાન ગામડે ગામડે ફરશે. પંચમહાલ જીલ્લામાં પણ મતદાન જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. એલઇડી મોબાઇલ વાન પંચમહાલ જિલ્લાના ૧ હજાર ૧૧૭ મતદાન મથકો ખાતે ફરીને મતદારોમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરશે. આ સાથે ઈ.વી.એમ. તથા વી.વી.પેટના નિદર્શનથી મતદાન પ્રક્રિયા અંગે મતદારોને માહિતગાર કરવામાં આવશે.
મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારી ભાવિન પંડ્યાએ ઇ.વી.એમ મોબાઇલ નિદર્શન વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી. ખેડા જિલ્લા ચૂંટણી અધિકારી કે.એલ.બચાણીએ "મારું મતદાન સુરક્ષિત મતદાન" સેલ્ફી બુથ પર સેલ્ફી લઇ જિલ્લાના મતદારોને મતદાન માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે જિલ્લાના નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુથી મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજ્ય દ્વારા EVMના લાઈવ ડેમોસ્ટ્રેશન અને ઓડિયો – વિઝયુઅલની વ્યવસ્થાથી સુસજજ LED વાન નડીયાદ જિલ્લાને ફાળવી છે.
સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.સી.સંપટે EVMના લાઈવ ડૅમોન્સ્ટ્રેશન અને ઑડિયો-વિઝ્યુઅલની વ્યવસ્થાથી સજ્જ LED વાનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. છોટા ઉદેપુર, દાહોદ, મહેસાણા,નવસારી, જામનગરમાં જિલ્લા ચૂંટણી અધિકારીઓના હસ્તે ઇ.વી.એમ મોબાઇલ નિદર્શન વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું.
