આગામી લોકસભા ચૂંટણીને લઇને મુખ્યમંત્રીએ સાયન્સ સિટી વિસ્તાર ખાતે સોસાયટી સભા કરી
Live TV
-
આગામી લોકસભા ચૂંટણીને લઇને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદ સ્થિત સાયન્સ સિટી વિસ્તાર ખાતે સોસાયટી સભા કરી હતી... જેમાં લોકોને BJPને બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ ગાંધીનગર લોકસભાના સાંસદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સૌથી વધુ લીડથી જીતાડવા પણ કહ્યુ હતુ.
મુખ્યમંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનને લઇને ગુજરાતમાં થયેલ વિકાસ, તેમજ દેશમાં સૌપ્રથમ સેમિકન્ડક્ટર ફેક્ટરી સાણંદ અને ધોલેરામાં સ્થાપાય તો રોજગારીની તકો ઉભી થવાની જાણકારી પણ આપી હતી.
સાથે જ તેમણે સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીઓ સાથે સંવાદ કરતાં જણાવ્યું હતુ કે વેકેશનમાં વોટીંગના દિવસે ખાસ હાજર રહી વોટિંગ થકી આપણે સૌ આપણી લોકશાહીને મજબૂત બનાવીશુ.
