આચાર સંહિતા ભંગની વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ફરિયાદ
Live TV
-
17 લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં દેશભરમાં અને રાજ્ય ભરમાં આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. ત્યારે રાજ્યમાં આચાર સંહિતાના ભંગની પ્રથમ ફરિયાદ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારીને કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસનો આક્ષેપ છે કે, ભાજપા દ્વારા બહાર પાડવામાં આવેલી પત્રિકામાં બાલાકોટ ઉપર એરફોર્સ દ્વારા કરવામાં એરસ્ટ્રાઇકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ અંગે વડોદરા યુથ કોંગ્રેસે જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલને આવેદન પત્ર આપ્યું હતું. તો સામે પક્ષે વડોદરા બીજેપી દ્વારા પ્રચાર સાહિત્યમાં કેન્દ્ર સરકારની પાંચ વર્ષની કામગીરી વિશે માહિતી આપવામાં આવી છે. તેમાંજ એર સ્ટાઈકનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. જેમાં કોઈજ પ્રકારની આચાર સંહિતાનો ભંગ કરાયો હોવાનો ઇન્કાર કર્યો હતો. જો કે ફરિયાદ બાદ જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીએ ચૂંટણીના નિયમોનુસાર કાર્યવાહી કરવાની વાત કહી હતી.
