આજે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર થશે
Live TV
-
વિદ્યાર્થીઓ વેબસાઇટ www.gseb.org પર પરિણામ જોઈ શકશે.
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડ દ્વારા આજે બુધવારના રોજ ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવશે. સવારે 8 વાગ્યે ધોરણ 10 અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે.
આજે ધોરણ 10ના લાખો વિદ્યાર્થીઓની આતૂરતાનો અંત આવશે. વિદ્યાર્થીઓ તેમનું પરિણામ ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર ઓનલાઇન જોઈ શકશે. આ માટે વિદ્યાર્થીઓએ પોતાનો બેઠક ક્રમાંક લખવાનો કરવાનો રહેશે. ધોરણ 10 અને સંસ્કૃત પ્રથમા પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાઈ હતી.ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12નું પરિણામ સોમવારે જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારબાદ આજે ધોરણ 10નું પરિણામ પણ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાનો બેઠક ક્રમાંક (Seat Number) એન્ટર કરીને પરિણામ મેળવી શકશે, ઉપરાંત વોટ્સએપ નંબર 6357300971 પર મેસેજ કરીને પણ પોતાનું રિઝલ્ટ જાણી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને પ્રમાણપત્ર શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી અને દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. ગુણચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે. પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે. પૂરક પરીક્ષા-2026ના આવેદનપત્રો ઓનલાઇન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે. જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.

