અડાલજમાં મહેસૂલ વિભાગની ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ: નાગરિકોની સુખાકારી માટે ‘ઝીરો ટોલરન્સ’ પર ભાર
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અડાલજ સ્થિત ત્રિમંદિર પરિસરમાં મહેસૂલ વિભાગની ત્રિદિવસીય ચિંતન શિબિરનો શુભારંભ કરાવ્યો હતો.
'કોલોબરેટ, ઈનોવેટ એન્ડ ટ્રાન્સફોર્મ ફોર બેટર લેન્ડ ગવર્નન્સ'ની થીમ પર આધારિત આ શિબિરમાં રાજ્યના જિલ્લા કલેક્ટરો અને ઉચ્ચ મહેસૂલી અધિકારીઓ સહભાગી થયા છે.મુખ્યમંત્રીએ કલેક્ટરોને લોકોના પ્રશ્નોનું નિવારણ સ્પષ્ટતા અને સંવેદના સાથે હસતા મુખે કરવા શીખ આપી હતી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'સૌના સાથ, સૌના વિકાસ'ના મંત્રને ચરિતાર્થ કરવા મહેસૂલ વિભાગને આહવાન કર્યું હતું.દાદા ભગવાનના બોધને ટાંકતા તેમણે જણાવ્યું કે, 'હું જ કરું છું' તેવો અહંકાર ત્યજીને જનસેવા કરવી એ જ સાચું દાયિત્વ છે.
મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડાએ જણાવ્યું કે ગુજરાત સરકાર IORA અને ઇ-ધરા દ્વારા 'ફેસલેસ' અને 'પેપરલેસ' ગવર્નન્સ તરફ આગળ વધી રહી છે. ભૂતકાળની રીસર્વેની ક્ષતિઓ સુધારવા હવે ડ્રોન ટેકનોલોજી અને સેટેલાઇટ ઇમેજરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.વિકસિત ગુજરાત @2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવા ટેકનોલોજી અને પારદર્શિતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.વહીવટી માળખું મજબૂત કરવા જિલ્લાઓમાં એડિશનલ કલેક્ટરની નવી જગ્યાઓ તેમજ તલાટી અને સર્વેયરની ભરતી કરવામાં આવી છે.પૂજ્ય દીપક દેસાઈએ અધિકારીઓને કર્મ અને સેવાને આધ્યાત્મ સાથે જોડી શુદ્ધ વ્યવહાર કરવા પ્રોત્સાહિત કર્યા હતા.આ શિબિર માત્ર ચર્ચા પૂરતી મર્યાદિત ન રહેતા, મહેસૂલ વિભાગમાં ગુણાત્મક પરિવર્તન લાવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
