Skip to main content
Settings Settings for Dark

આજે નવરાત્રિનો છેલ્લો દિવસ, આઠમ અને નોમની સંયુક્ત પુજા કરવામાં આવશે 

Live TV

X
  • દર વર્ષે આઠમ અને નોમના દિવસે દેવીરૂપે કન્યાઓનું પૂજન કરવામાં આવતું હોય છે, પરંતુ આ વખતે બંને તિથિનું કન્યા પૂજન એક જ દિવસમાં કરવામાં આવશે.

    આજે દુર્ગાષ્ટમી અને નવરાત્રિનો છેલ્લો દિવસ છે. આ વખતે તિથિઓ બદલાતા નવરાત્રિનું આઠમું અને નવમું નોરતું એક જ દિવસે આવ્યા છે. હિન્દુઓમાં દુર્ગાષ્ટમીનું મહત્ત્વ વિશેષ ગણવામાં આવે છે. દર વર્ષે આઠમ અને નોમના દિવસે દેવીરૂપે કન્યાઓનું પૂજન કરવામાં આવતું હોય છે, પરંતુ આ વખતે બંને તિથિનું કન્યા પૂજન એક જ દિવસમાં કરવામાં આવશે. જોકે પૂજા સમારોહમાં જતા તમામ ભક્તોએ કોરોના માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે.

    ખેડૂત પુત્ર દ્વારા 501 દિવાની આરતી 

    સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે માતાજીનો ચાચર ચોક ગરબા વગર સુમસામ જોવા મળ્યો હતો. જોકે હાલ તબક્કે માતાજીના ચાચરચોકમાં પ્રથમ નવરાત્રિથી જ રંગોળી દિવડા પ્રગટાવી માતાજીના ચોકને ઝગમગતો રાખવામાં આવ્યો છે. છેલ્લા ૧૮ વર્ષથીમાં અંબાના ચાચરચોકમાં આણંદના એક ખેડૂત પુત્ર નવરાત્રી દરમ્યાન સાતમાં નોરતે માતાજીના ચોકમાં 501 દિવડાની આરતી પોતાના શરીરે લઈને માતાજીની આરાધના કરે છે. આ વખતે ગરબા બંધ હોવા છતાં તેમને માતાજીના ચોકમાં આરતી કરવાની પરવાનગી આપવામાં આવી હતી. તેમણે પોતાના શરીર ઉપર દિવા રાખીને માતાજીની 501 દિવાની આરતી ઉતારી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
apply