ઈડર ખાતે 14 ગ્રામિણ આરોગ્ય ભવનોનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ
Live TV
-
સાબરકાંઠા જિલ્લાના ઇડર ખાતે રૂ. ૧૨૫૦ લાખના ખર્ચે તૈયાર થયેલી સિવિલ હોસ્પિટલ તથા રૂ. ૨૩૩૦ લાખથી વધુના ખર્ચે તૈયાર કરાયેલા જિલ્લાના અન્ય ૧૪ જેટલા ગ્રામિણ આરોગ્ય ભવનોનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અધતન સુવિધાથી સજ્જ આરોગ્યભવનોને પ્રજાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઇડર એ ઉત્તર ગુજરાતનું પ્રતિષ્ઠિત શહેર છે જયારે બહુ મોટા કામની સફળતા મળે ત્યારે "ઇડરીયો ગઢ જીત્યા" એવુ કહેવાય છે આજે આરોગ્યક્ષેત્રે આવી મોટી સફળતા કહી શકાય એવા આરોગ્યના ધામનું નિર્માણ થયું છે. જેનાથી અનેક ગરીબ- વંચિત અને આદિજાતિ દર્દીઓને વિનામૂલ્યે સારવાર મળશે.
ઇડર નવનિર્મિત હોસ્પિટલના લોકાપર્ણ પૂર્વે નાયબ મુખ્યમંત્રીએ ગાયનેક વોર્ડ, ઓપરેશન થીયેટર, મેલ-ફિમેલ વોર્ડ, પોસ્ટ ઓપરેટીવ વોર્ડ સહિત ઓપીડી, રજીસ્ટ્રેશન, રેકર્ડરૂમ, ફાર્મસી સ્ટોર તમામ આરોગ્ય સુવિધાઓની ચકાસણી કરી હતી. આ ઉપરાંત પોશીના લાંબડીયા અને ખેડબ્રહ્માના મટોડા ખાતે રૂ. ૬૧૯ લાખના ખર્ચે નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર, તેમજ રૂ. ૩૨૧.૮૫ લાખના ખર્ચે તૈયાર થયેલા વિકાસ કાર્યોનું લોકાપર્ણ પણ કરવામાં આવ્યું હતું.
