PM મોદીએ 'કિસાન સુર્યોદય યોજના'નું ઈ-લોકાર્પણ કર્યુ, ખેડૂતોને મળશે આ લાભ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કિસાન સુર્યોદય યોજનાનું ઈ-લોકાર્પણ કર્યું હતું. આ યોજના હેઠળ ખેડૂતોને સવારે પાંચથી રાતના નવ સુધી વીજળીની સુવિધા મળશે. શરૂઆતમાં આ યોજના હેઠળ જૂનાગઢ, ગીર સોમનાથ અને દાહોદના ગામોનો સમાવેશ કરાયો છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સુજલામ સુફલામ યોજના, સૌની યોજના બાદ સૂર્યોદય યોજના ખેડૂતોને ખુબ ઉપયોગી બનશે. પહેલા ખેડૂતોએ ખેતરમાં આખી રાત જાગવું પડતું હતું.
આ યોજના તેમના જીવનમાં નવી સવાર લાવશે. ગુજરાતે વીજળી સાથે સિંચાઈ અને પીવાના પાણીના ક્ષેત્રે પણ સારી કામગીરી કરી છે. ગુજરાતના 80 ટકા ઘરોમાં નલ સે જલ યોજનાથી પાણી પહોંચી ચૂક્યું છે. પ્રધાનમંત્રીએ 'પર ડ્રોપ મોર ક્રોપ' સૂત્રને દોહરાવ્યું હતું.
