Skip to main content
Settings Settings for Dark

આજે રાજ્યમાં કોરોનાના 116 કેસ નોંધાયા, 334 દર્દી સાજા થયા અને 1 દર્દીનું મૃત્યુ થયું

Live TV

X
  • રાજ્યમાં કોરોનાના કેસમાં દિન-પ્રતિદિન ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના આજે નવા 116 કેસ નોંધાયા છે. તો રાજ્યમાં આજે કોરોનાથી 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે. આજે 334 દર્દી કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. રાજ્યના મહાનગરોમાં નોંધાયેલા કોરોના કેસમાં અમદાવાદમાં આજે નવા 47 કેસ નોંધાયા છે. વડોદરામાં 26, રાજકોટમાં 3, સુરતમાં 5 અને ગાંધીનગરમાં 3 નવા કેસ નોંધાયા છે. જામનગરમાં 0, ભાવનગરમાં 0 અને જૂનાગઢમાં 0 કેસ નોંધાયા છે. 

    રાજ્યના જિલ્લાઓમાં કોરોનાના કેસની વિગતવાર વાત કરીએ તો, આણંદમાં 4,  બનાસકાંઠામાં 4, કચ્છમાં 4, દાહોદ અને ખેડામાં 3-3, મહિસાગર, મહેસાણા, પાટણ અને સુરેન્દ્રનગરમાં 2-2, છોટાઉદેપુર, મોરબી, નવસારી, પંચમહાલ, સાબરકાંઠા અને તાપીમાં 1-1 કોરોના કેસ નોંધાયો છે. અમરેલી, અરવલ્લી, ભરુચ, ભાવનગર, બોટાદ, ગીરસોમનાથ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, નર્મદા, પોરબંદર અને વલસાડ જિલ્લામાં આજે કેસ પણ કોરોના પોઝિટીવ કેસ નથી નોંધાયો.
     
    હાલ રાજ્યમાં કુલ 1,428 એક્ટિવ કેસ નોંધાયા છે જેમાંથી 14 દર્દી વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,10,545 દર્દી કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. તો કુલ 10,933 દર્દીએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 10,30,94,826 લોકોને કોરોનાની રસી અપાઇ છે. જેમાં આજે 79,461 લોકોને કોરોનાની રસી અપાઈ છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply