Skip to main content
Settings Settings for Dark

આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર, સોમનાથ ખાતે દર્શન કરવા માટે ભાવિકોનો ધસારો

Live TV

X
  • આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે ત્યારે સોમનાથ ખાતે ભગવાન શિવના દર્શન કરવા માટે ભાવિકોનો ધસારો જોવા મળ્યો હતો. જો કે મંદિરમાં ભીડ ન થાય અને સામાજીક અંતર જળવાઇ રહે તે માટે વિશેષ આયોજન કરાયુ છે. જેમાં દરેક દર્શનાર્થીઓને પાસ ઇસ્યુ કરીને જ દર્શન માટે પરવાનગી આપવામાં આવતા મંદિર પરિસર બહાર પાસ માટે લાંબી લાઇનો જોવા મળી હતી. આજે વરસાદી માહોલ હોવા છંતાય લોકો વરસતા વરસાદમાં દર્શનના પાસે લેવા માટે લાઇનમાં ઉભા રહ્યા હતા.સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર્શન માટે ઓનલાઇન અને સ્થળ પર પાસ ઇસ્યુ કરવાની પ્રક્રિયા શરુ કરાઈ હતી. તેમજ આરતી દરમિયાન મંદિરમાં શ્રધ્ધાળુઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો હતો. તો ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પરિવાર સાથે સોમનાથ પહોંચ્યા હતા અને આજે વહેલી સવારે તેમણે સોમનાથ દાદાની પૂજા કરી હતી. જોકે, આ વખતે કોરોનાને કારણે ભક્તોની ભીડમાં ઓછો ધસારો જોવા મળ્યો હતો. સામાન્ય દિવસોમાં શનિ - રવિ અને સોમવારે 75 હજારથી 1 લાખ લોકો દર્શન માટે આવતા હોય છે. જ્યારે તે સિવાયના દિવસોમાં 40 હજારથી 50 હજાર દર્શનાર્થીઓ દર્શન માટે આવતા હોય છે. પરંતુ, કોરોનાને કારણે હાલ સોમવારે માત્ર 10 થી 12 હજાર અને સામાન્ય દિવસોમાં બે થી ત્રણ હજાર દર્શનાર્થીઓ આવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply