Skip to main content
Settings Settings for Dark

સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ગીરસોમનાથના ગામોમાં હાઈએલર્ટ

Live TV

X
  • ગીરસોમનાથના જામવાળા, ઘાટવડ, સુગાળા, છાછર, રોણાંચ, કોડીનાર, મુળદ્વારકા સહિતના ગામોને કરાયા હાઇએલર્ટ - ભારે વરસાદને કારણે મગફળી, કપાસ, સોયાબીન જેવા પાકને નુકસાનની પ્રબળ સંભાવના.

    ગુજરાતમા મેઘરાજાએ શ્રાવણ માસમાં શ્રીકારની સ્થિતિ સર્જી છે. ત્યારે હજુ આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યાર ગીર સોમનાથની સ્થિતિ સૌથી ચિંતાજનક છે. જીલ્લાના તાલાલા અને ગીર વિસ્તારમાં ચાર કલાકમા ચાર ઇંચ વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયુ હતું.

    હિરણ 2 ડેમ ઓવરફ્લો થતા 10 જેટલા ગામોને એલર્ટ કરાયા છે. તો ગુદરણ પીપળવા માધૂપુર ધાવા અને આજુબાજૂના ગામોમા ધોધમાર વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે. તો ગીર સોમનાથ સાથે જુનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં પુરની સ્થિતિ છે. ત્યારે ગત 24 કલાકમાં વરસાદમાં દક્ષિણ ગુજરાત અને માંડવીમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાતા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 8.5 ઇચ અને માંડવીમાં પાંચ ઇંચ , મુંદ્રામાં છ ઇંચ વરસાદ નોંધાયો હતો.

    આ તરફ ભરુચમાં પાંચ ઇંચ, તાપીમાં 4.5 ઇંચ, ખંભાત અને તારાપુરમાં ચાર-ચાર ઇંચ, અરવલ્લીના ભિલોડા અને ઇડરમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આજે તેમજ આવતી કાલે ફરી વરસાદની તીવ્રતા વધી જશે. આ સાથે કચ્છમા સીઝનનો કુલ 122 ટકા વરસાદ નોંધાયો છે. તો વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થવાથી પાણીની અંદર રહેલા મગર બહાર તણાઈ આવ્યા હતા. આ તરફ ધોરાજીમાં ઉપરવાસમાં વરસાદ થતા ભૂખી પાસે આવેલ ભાદર 2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે.

    ત્યારે ધોરાજી મામલતદાર, ડેપ્યુટી કલેકટર સહિત ના અધિકારીઓ એ ડેમ ના આસપાસ ના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા કરી અપીલ કરી છે. છોટાઉદેપુર જિલ્લાનાં ધીમી ધારે વરસી રહેલા સાર્વત્રિક વરસાદથી છેલ્લાં 24 કલાક દરમિયાન છોટા ઉદેપુર, જેતપુર પાવી, કવાંટ અને નસવાડીમાં દોઢ -દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply