Skip to main content
Settings Settings for Dark

જૂનાગઢઃ વાડલા ગામ બન્યું જળસંગ્રહ સ્ત્રોત, પાણીના તળ ઉંચા આવતા ખેતી બની સફળ

Live TV

X
  • જૂનાગઢ થી 10 કિલોમીટર દૂર આવેલા વાડલા નામનું એક ગામ જળસંગ્રહનું સ્ત્રોત બન્યું છે. સુજલામ સુફલામ યોજના અંતર્ગત ગ્રામ્ય તળાવોને ઊંડા કરાવવાની સરકારની નેમ અહીં સફળ થઇ છે. ગ્રામજનો દ્વારા આ તળાવને ઉંડુ કરવાની કામગીરી કરવામાં આવી હતી.

    સાથે સાથે સરકાર દ્વારા પણ સહયોગ અપાતા આ ગામમાં 142 વીઘામાં સૌથી મોટું તળાવ વધુ પાણીની ક્ષમતા ધરાવતું બન્યું છે. હાલ આ તળાવ વરસાદી સિઝનમાં સતત ઓવરફ્લો થઈ રહ્યું છે પાણીનો પુરો સંગ્રહ થવાથી આજુબાજુના ગામના પાણીના તળ પણ ઉંચા આવ્યા છે.

    પહેલા ખેતરમાં સિંચાઇની અને પીવાના પાણીની ખેંચ હતી પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી આ સમસ્યાનો અંત આવ્યો છે. આમ સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવોનું ઉંડુ ખોદકામ થવાથી સંગ્રહશક્તિ વધી છે અને ગામ લોકોની સુખાકારી માં પણ વધારો થયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply