આજે સોમવતી અમાસ, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શૂલપાણેશ્વર મહાદેવના મંદિરે કરી પૂજા
Live TV
-
આજે સોમવતી અમાસ છે ત્યારે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નર્મદા નદી કિનારે આવેલા શૂલપાણેશ્વર મહાદેવના મંદિરે આવ્યા અને મહાદેવની પૂજા કરી હતી. સતત 22 વર્ષથી તેઓ શ્રાવણ મહિનો શરૂ થતા પહેલા અષાઢી અમાસે આવે છે.પૂજા બાદ આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં પણ શિક્ષણ બંધ રહ્યું નથી. પ્રધાનમંત્રીના કહેવા પછી તરતજ ઓનલાઈન શિક્ષણની શરૂઆત કરાઈ છે. માર્ચ 22 થી સતત આખું વેકેશન વિદ્યાર્થીઓને અમે ઘરકામ આપ્યું છે.અમારા CRC, BRC ડીપીઓ અને ડીઓ વિદ્યાર્થીના વાલીના સ્માર્ટફોન થકી વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા છે. ત્યાર બાદ 8 જૂન થી શાળા કાર્ય શરૂ થયું પણ વિદ્યાર્થીઓને બોલાવાયા નથી. વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો પહોંચાડવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. કોઈ જગ્યાએ તકલીફ પડી હોય ત્યાં શિક્ષકોએ જાતે જઈને વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો પહોંચાડ્યા છે જેથી શિક્ષણ કાર્ય અવિરત ચાલુ રહ્યું છે. શિક્ષણમંત્રીએ ઉમેર્યું કે સરકાર શાળાઓ ખોલવા કોઈ ઉતાવળ નહીં કરે અને ફી વધારે લેનારા સામે કડક પગલાં લેવાશે. તેમણે કહ્યું કે સરકાર માટે બાળકોનું સ્વાસ્થ્ય અને જીવન મહત્વનું છે. હું જાણકાર નથી કે મનોચિકિત્સક કે પીડિયાટ્રિક નથી જેથી એમના માટે બાળક શું કરી શકાય તે માટે ટીમ બનાવી છે અને રાજ્યના 30 જેટલા તજજ્ઞો હતા જેમાં મનોચિકિત્સક પીડિયાટ્રિક વગેરે હતા. બધાની સાથે વેબીનારમાં મંતવ્યો લીધા છે છેલ્લા ગુરુવારે માત્ર રાજ્યના કેળવણીકારો પોતાના જીવનમાં 35 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કામ કરી રહ્યા છે લગભગ બધાના મતે નક્કી કરવામાં આવ્યું છે કે અત્યારે શાળા ખોલવાની ઉતાવળ ના કરવી જયારે જન જીવન સામાન્ય થાય અને આરોગ્ય વિભાગની સલાહ સુચન બાદ શાળા ખોલવા બાબતનો નિર્ણય લેવાશે કારણકે બાળકનું જીવન અને તેમનું સ્વાસ્થ્ય અમારા માટે મહત્વનું છે એને ધ્યાને લઈને શાળા ખોલવાનું નિર્ણય લેવાશે ફી વધારા મુદ્દે એમને જણાવ્યું હતું કે જ્યાં જ્યાં ફરિયાદ મળી છે ત્યાં અમે પગલાં લીધા છે DPO દ્વારા પગલાં લેવામાં આવ્યા છે થતા જ્યાં કનેક્ટિવિટી નથી ત્યાં અમારા શિક્ષકોએ જઈને વાલીઓને મળીને પાઠ્યપુસ્તકો આપ્યા છે સિલેબસ બાબતે તેમને જણાવ્યું હતું કે રાજ્ય પાઠ્યપુસ્તકને અમે કામગીરી સોંપી છે નવમા ધોરણના એટલો જ અભ્યાસક્રમ રાખવામાં આવે કે જે 10 માં ધોરણમાં તેને ઉપયોગમાં આવે અને જો દશમાં ધોરણમાં તેને ઉપયોગમાં ના આવવાનો હોય તો નવમા ધોરણમાં ન રાખવામાં આવે 20 થી 25 ટાકા જેટલુંજ થાય છે અને 1 થી 8 માં પણ કમિટીની રચના કરી છે શું રાખવું, શુ કાપવું એનો અમે નિર્ણય પછી લેશું
