Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં કોરોનાના સંક્રમણને રોકવા અનેક સ્થળોએ સ્વૈચ્છિક બંધ

Live TV

X
  • રાજ્યમાં કોરોનાના સંક્રમણને રોકવા અનેક સ્થળોએ સ્વૈચ્છિક બંધ - સુરતનું 'બોમ્બે બજાર' અને ઊંઝા માર્કેટ યાર્ડ પણ આજથી બંધ રહેશે, સાથે કચ્છમાં જથ્થાબંધ બજાર 12 દિવસ સુધી 3 વાગ્યા પછી થશે બંધ. અમીરગઢના ઈક્બાલગઢમાં લોકોએ સ્વયંભૂ બંધ પાળ્યો જયારે બીજી બાજુ સાસણ ગીરમાં આજથી 4 દિવસનું સ્વૈચ્છિક લૉકડાઉન લાગુ થશે.

    બીજી તરફ કોરોના સંક્રમણને રોકવા રાજ્યના વિવિધ વેપારી એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક બંધ રાખવાની ઘટનાઓ વધી રહી છે. જેમાં સુરતમાં આવેલું અને ભારતનું સૌથી મોટું કાપડ માર્કેટ, 'બોમ્બે બજાર' , 31 જુલાઈ સુધી બંધ રાખવામાં આવશે. આજથી 25 જુલાઈ સુધી ઊંઝા માર્કેટ યાર્ડ બંધ રાખવાના નિર્ણય બાદ હવે બોટાદ માર્કેટિંગ યાર્ડને પણ આજે થી 26 જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ માં કોરોનાની એન્ટ્રી થતાની સાથે જ લોકોએ સ્વયંભૂ બપોરે 2 વાગ્યે જ દૂકાનો બંધ કરી સતર્કતા દાખવી છે. આ ઉપરાંત દિવના શાકમાર્કેટ 3 દિવસ બંધ રહેશે. અમરેલી શહેરમાં આજથી 25 જુલાઈ સુધી પાન, મસાલા, ચા નાસ્તાની લારીઓ અને દુકાનો બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત જામનગર અને ધ્રોલ નગરપાલિકામાં પણ 26 જુલાઈ સુધી પાન, મસાલા, ચા નાસ્તાની લારીઓ અને દુકાનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કોરોના સંક્રમણને અંકુશમાં લેવા માટે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં 6 દિવસ માટે જનતા લોકડાઉન પાળવાનો વેપારીઓએ નિર્ણય લીધો છે. જે અંતર્ગત 23 જુલાઈ સુધી નગરની તમામ દુકાનો સંપૂર્ણ પણે બંધ રહેશે. જ્યારે જીવન જરૂરી ચીજવસ્તુઓની દુકાનો સવારે 8 થી 11 વાગ્યા સુધી ખુલી રાખી શકાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply