આણંદના આંકલાવાડીના આર્ટ ઑફ લિવિંગ આશ્રમ ખાતે યોગા મહોત્સવ
Live TV
-
આણંદ જિલ્લાના આંકલાવડી ગામે આવેલ આર્ટ ઓફ લિવિંગ આશ્રમ ખાતે આજે જિલ્લા આરોગ્ય વિભાગ કર્મચારીઓનો છ દિવસીય યોગા મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં જેમાં સરકારની આયુષ્માન ભારત યોજના હેઠળ 165 હેલ્થ વિભાગના કર્મચારીઓ અને 240 આશાવર્કર બહેનો ફેસીલીએટર તથા પુરુષ કર્મચારી વર્ગના કર્મચારીઓ નો કાર્યક્રમ આજે સંપન્ન થયો હતો.
આ કાર્યક્રમમાં બિન ચેપી રોગો તેમજ ચેપી રોગોમાંથી મુક્તિ મેળવવાના વિશિષ્ટ યોગા થકી મળતી મદદ તેમજ હાઈપર ટેન્શન, ટ્રેસ જેવા નાના મોટા રોગો માટે આ કાર્યક્રમ કારગર કરવા માટેનો યોગા કાર્યક્રમ હાથ ધરાયો હતો.
આ કાર્યક્રમનાં સમાપનમાં જિલ્લા વિકાસ અધિકારી આશિષકુમાર જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર એમ.ટી.છારી તથા આશ્રમના મહંત ચેતન સ્વામી ઉપસ્થિત રહ્યા હતા.
