ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, પાક.ના 5 માફિયાઓની ધરપકડ
Live TV
-
ગુજરાત એ.ટી.એસ., કોસ્ટગાર્ડ અને એસ.ઓ.જી. ના સંયુક્ત ઓપરેશનમાં ફરી એકવાર ગેરકાયદે રીતે ભારતમાં ઘુસાડવામાં આવતો ડ્રગ્સનો માતબાર જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
કચ્છની જખૌ જળ સીમામાંથી એક પાકિસ્તાની બોટમાં ભારતમાં ઘુસાડવામાં આવતું કરોડો રૂપિયાનું ડ્રગસ ઝડપી પડાયું છે.
પાકિસ્તાની બોટ જમજમ સહિત 175 કરોડ રૂપિયાની કિંમતના , 35 જેટલાં ડ્રગ્સના પેકેટ સાથે , 5 પાકિસ્તાની ડ્રગ માફિયાની પણ , ધરપકડ કરવામાં આવી છે. રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ , આ મામલાની પુષ્ટી કરતા ટ્વિટ કરીને , મીડિયાને માહિતી આપી છે. હાલ ઝડપાયેલા આ પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓને જખૌ લાવીને , વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
