આણંદમાં છેલ્લા 4 વર્ષથી ચાલે છે ફુટપાથ શાળા, UNના સ્ટ્રીટ ચિલ્ડ્રનના બ્રાન્ડ એમ્બેસેડરે મુલાકાત લીધી
Live TV
-
આણંદમાં છેલ્લા 4 વર્ષથી કાર્યયત ફુટપાથ શાળા કે જે એક NGO સિંચન દયાશકુંન ફાઉન્ડેશન નામે કામ કરે છે. જેની મુલાકાતે યુનાઇટેડ નેશન સ્ટ્રીટ ચિલ્ડ્રનના બ્રાન્ડ એમ્બેસેડર વર્તન મેલકોનીયને લીધી હતી. જેઓ વિશ્વના વિકસિત દેશોમાં સ્ટ્રીટ ચિલ્ડ્રનના ઉદ્ધાર માટે કામ કરી રહ્યા છે. તેઓ એ મુલાકાત સમયે ફૂટપાથ પર રહેતા ગરીબ નિસહાય અને સમાજથી વંચિત બાળકોની શિક્ષા, સ્વસ્થ, ખાનપાન અને બીજી જરૂરિયાત પુરી કરી સમાજમાં તેમને યોગ્ય સ્થાન મળે તે માટેના કાર્યો કર્યા હતા. પ્રેસ વાર્તા દરમ્યાન વર્તન મેલકોનીયને ડો. ઉમા શર્મા દ્વારા થઈ રહેલા કાર્યોની નોંધ યુનાઇટેડ નેશનમાં કરવાની બાંહેધરી આપી હતી. વધુમાં જણાવ્યું હતું કે, ભવિષ્યમાં આ સંસ્થા માટે યુનાઇટેડ નેશન તરફથી બાળકોને કોઈ સહાય મળે તે માટે પ્રયત્ન કરશે.
