Skip to main content
Settings Settings for Dark

વેરાવળઃ વિડીયા વિસ્તારમાં જર્જરિત મકાનની છત તૂટીને 3 બાળકો પર પડતાં એક બાળકનું મોત, બે બાળકો ઈજાગ્રસ્ત

Live TV

X
  • વેરાવળ શહેરમાં વિડીયા વિસ્તારની અંદર રમી રહેલા ત્રણ બાળકો પર જર્જરિત મકાનની છત તૂટી પડતા એક બાળકનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. સાથે જ અન્ય બે બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ડોક્ટરો દ્વારા પ્લાસ્ટરની સારવાર આપ્યા બાદ ગંભીર ઇજાઓને કારણે સીટી સ્કેન કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. 

    ઘટનાની જાણ થતાં સોમનાથના ધારાસભ્ય, વેરાવળ નગરપાલિકાનાં પ્રમુખ અને માછીમાર અગ્રણીઓ હોસ્પિટલ પહોચ્યા હતા. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ બાળકોના પરિજનોને સાંત્વના આપી, માછીમારી કરતા પરિવારના બાળકો માટે સરકાર દ્વારા રાહત સહાય ચુકવવામાં આવે તેવી માંગ કરી હતી. સાથે જ શહેરના જર્જરિત બાંધકામોને ઉતારી લેવા માટે નગરપાલિકાને ટકોર કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply