Skip to main content
Settings Settings for Dark

કેવડિયા ખાતે ત્રિદિવસીય 'સ્વાસ્થ્ય ચિંતન શિબિર-2022' નું આયોજન

Live TV

X
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી-કેવડિયા ખાતે 5 થી 7 મે દરમિયાન ૧૪મી સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરની બેઠક રૂપે ચિંતન શિબિર-2022નું આયોજન કરવામાં આવ્યું છે. આ અગાઉ યોજાયેલ ૧૩ સ્વાસ્થ્ય ચિંતિન શિબિરનું દિલ્હી ખાતે આયોજન થયુ હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશના તમામ આરોગ્ય મંત્રીઓ તથા આરોગ્ય સચિવો આ શિબિરમાં ભાગ લીઈ રહ્યાં છે. ત્રિદિવસીય કાર્યક્રમનો ઉદ્દેશ્ય તબીબી અને જાહેર આરોગ્ય ક્ષેત્રોને લગતી નીતિઓ અને કાર્યક્રમના અમલીકરણની સમીક્ષા કરવાનો અને તેના વધુ સારા અમલીકરણની રીતો અને માધ્યમોની ભલામણ કરવાનો છે.

    આ થિમેટીક સેશનમાં રાજ્યોમાં આરોગ્ય સેવાઓમાં થયેલ શ્રેષ્ઠ કામગીરીની ચર્ચા-સમીક્ષા કરવામાં આવશે. આ શિબિરમાં આજે સાંજે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની ઝાંખી કરાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે. ચિંતન શિબિરના બીજા દિવસના પ્રથમ થિમેટિક સેશનમાં 'કો.ઓપરેશન અને કો.ઓર્ડીનેશન હેલ્ધી સ્ટેટ્સ - હેલ્ધી નેશન' એ વિષય ઉપર વિગતવાર ચર્ચા થશે. બીજા સેશનમાં 'એફોર્ડેબલ અને ઍક્સિસેબલ હેલ્થકેર ફોર ઓલ' એ વિષય ઉપર મંથન થશે.  

    ચિંતન શિબીરના સમાપન દિવસના પ્રથમ થિમેટીક સેશનમાં પ્રિપેરીંગ ઇન્ડિયા ફોર ફ્યુચર હેલ્થ ઇમર્જન્સીસ વિષય ઉપર છણાવટભરી ચર્ચા વિચારણા થશે. અંતિમ અને પાંચમા સેશનમાં સ્વસ્થ ભારત માટેનો રોડમેપ તૈયાર કરવા વિચાર વિમર્શ કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply