Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રીના હસ્તે છોટાઉદેપુરને આવતીકાલે ૧૩૬ કરોડ રૂ.ના પ૬ વિકાસ કામોની મળશે ભેટ

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવાર, તા. પ મી મે ના દિવસે આદિજાતિ વિસ્તાર છોટાઉદેપુર જિલ્લાને રૂ. ૧૩૬ કરોડના પ૬ જેટલા વિવિધ વિકાસકામોના લોકાર્પણ-ખાતમૂર્હતની ભેટ આપશે. 

    મુખ્યમંત્રી છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા માટે રૂ. ૮૬.ર૧ કરોડની ૪ જૂથ પાણી પુરવઠા યોજનાઓ, ૧ર કરોડના ખર્ચે નવનિર્મિત ૩ જેટલા રોડ-રસ્તાના કામો તેમજ જિલ્લામાં જુદાજુદા ગામો-સેજામાં રૂ. ર કરોડના ખર્ચે નિર્માણ થયેલી ર૯ નવી આંગણવાડીઓના લોકાર્પણ કરવાના છે. 

    આવતીકાલ, તા.પ મી મે ગુરૂવારે સવારે ૧૦ કલાકે છોટાઉદેપુરની એસ.એમ. કોલેજના મેદાનમાં યોજાનારા આ કાર્યક્રમમાં જળસંપત્તિ-પાણી પુરવઠા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, આરોગ્ય રાજ્યમંત્રી નિમિષાબહેન સુથાર પણ ઉપસ્થિત રહેશે. 

    મુખ્યમંત્રી આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા માટે રૂ. ૩૧.પ૦ કરોડના ખર્ચે નિર્માણ થનારા ૧પ જેટલા રોડ-રસ્તા કામોનું ભૂમિપૂજન પણ કરવાના છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply