આણંદ: જનરલ હોસ્પિટલમાં દાખલ ખંભાતના 2 દર્દી સંપૂર્ણ સ્વસ્થ થતાં અપાઇ રજા
Live TV
-
કોરોના મહામારીમાં આખો દેશ અને વિશ્વ સપડાયેલું છે. વાત ગુજરાતની કરીએ તો રાજ્યમાં રોજે રોજ સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આણંદ જિલ્લામાં કોરોનાના કુલ 58 દર્દીઓ છે.
ત્યારે આણંદની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા ખંભાતના 2 પોઝિટિવ દર્દીઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી વિદાય આપવામાં આવી હતી.
જેના કારણે હોસ્પિટલમાં આનંદનો માહોલ પ્રસરી ગયો હતો. વિદાય સમયે હોસ્પિટલનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો. ડૉક્ટર દ્વારા રજા અપાયેલા દર્દીઓને પોતાના ઘરમાં જ 14 દિવસ કોરન્ટાઈન રહેવા માર્ગદર્શન અપાયું હતું.
