ગુજરાત રાજ્ય યોગ બોર્ડની અનોખી સેવા, લૉકડાઉન વચ્ચે પણ દરરોજ કરાવાય છે ઓનલાઇન યોગ
Live TV
-
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ લોકડાઉનના સમયમાં પણ , રોજ ઓનલાઇન યોગનું આયોજન કરવામાં આવે છે. મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીએ વિશ્વ યોગ દિવસ પર યોગના પ્રચાર અને પ્રસાર માટે, યોગ બોર્ડની રચના કરી હતી.
જે આજે કોરોના મહામારીના કપરા કાળમાં પણ રાજ્યના નાગરિકોને પોતાની સેવા પુરી પાડી રહ્યું છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડનના ચેરમેન શિશપાલજી દરરોજ સવારે 7થી 8 વાગ્યા સુધી 5000થી પણ વધુ યોગ શિક્ષકો અને પ્રજાજનોને યોગ કરાવી રહ્યા છે, અને શારિરીક તથા માનસિક રીતે લોકોને સ્વસ્થ રાખવાનું કાર્ય કરી રહ્યા છે.
