છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 247 કેસ, 'આરોગ્ય સેતુ' ડાઉનલોડ કરવા કરી અપીલ
Live TV
-
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરી રાજ્યના કોરોનાના કેસ અંગે માહિતી આપી હતી. જે પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 247 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 53575 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો છે.
આ કેસો પૈકી 197 કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે, તો અમદાવાદમાં 72 દર્દીઓ અત્યાર સુધીમાં સાજા પણ થયા છે અને સુરતમાં પણ 4 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદ શહેરના કેસ અસારવા, જમાલપુર, શાહઆલમ, દાણી લીમડા, નિકોલ, મણિનગર, રાયખડ, પાલડી, બાપુનગર, કાલુપુર, વટવા, અને પાલડીમાંથી નોંધાયા છે.
નવા કેસો થતાની સાથે જ રાજ્યમાં કુલ કોરોનાના કેસોની સંખ્યા 3548 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 11 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ રાજ્યમાં 394 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. ઉપરાંત આરોગ્ય સચિવે પ્રધાનમંત્રીની અપીલ બાદ આરોગ્ય સેતુ એપ ગુજરાતના લોકોને ડાઉનલોડ કરવા અપીલ કરી છે.
અમદાવાદમાં 197 કેસ
સુરત-30
રાજકોટ-1
