અમદાવાદઃ જિલ્લાના 460 ગામોમાં બની ગ્રામ યૌદ્ધા કમિટી, પ્રવેશદ્વાર પર રાખશે ચાંપતી નજર
Live TV
-
એક તરફ અમદાવાદ શહેરમાં જ્યાં કોરોનાના પોઝિટિવ કેસોનો આંકડો 2000ની પાર ગઈ કરી ગયો છે ત્યારે ગ્રામ્ય સ્તરે આ ગામ યોદ્ધા કમિટી કોરોનાને રોકવામાં સફળ રહી છે અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય સ્તરે માત્ર 25 કેસ જ હજી સુધી નોંધાયા છે.
ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદની સ્થિતિ અન્ય જિલ્લાઓ કરતાં પણ વધુ ખરાબ છે ત્યારે કોરોના સંક્રમણને અટકાવવા અમદાવાદ જિલ્લાના 460 ગામોમા ગ્રામ યોદ્ધા કમિટીની રચના કરવામાં આવી છે જેમાં તલાટી આશાવર્કર ગ્રામ રક્ષક દળના જવાન સહિત આઠ લોકોની ટીમ બનાવવામાં આવી છે.
આ 8 લોકોની ટીમ ગામના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે ગામમાંથી બહાર અવરજવર કરતાં ગ્રામજનો ઉપર નજર રાખી રહી છે કમિટી દ્વારા એક રજીસ્ટર પણ બનાવવામાં આવ્યું છે, જેમાં ગામ બહાર નીકળતા ગ્રામજનોની નોંધ કરવામાં આવે છે તેમજ કયા કામથી તેઓ ક્યાં જઇ રહ્યા છે તેની વિગત લખવામાં આવે છે.
